Palak Mata Pita Yojana 2025: ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ Director Social Defense ચાલે છે. જેના અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને દર મહિને રૂ. 3000/- ની સહાય આપવામાં આવે છે. લાભાર્થી બાળકોના બેક એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) મારફતે સહાયની રકમ ચૂકવાય છે.
Palak Mata Pita Yojana 2025
યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના |
આર્ટિકલની ભાષા | અંગ્રેજી અને ગુજરાતી |
યોજનાનો ઉદ્દેશ્ય | ગુજરાતના અનાથ બાળકોને દર મહિને આર્થિક સહાય આપીને પગભર બનાવવા માટે |
લાભાર્થીઓ | ગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકો |
સહાય કેટલી મળે | દર મહિને 3000 રૂપિયા |
અમલ કરનાર કચેરી | નિયામક સુરક્ષા કચેરી |
વિભાગનું નામ | Social Justice and empowerment department |
અધિકૃત વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
ઓનલાઈન માટેની વેબસાઈટ | Palak Mata Yojana Direct Link |
પાલક માતા-પિતા યોજના માટેની પાત્રતા
પાલક માતા-પિતા યોજના માટે તેમના વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
- જેમના માતા-પિતા બંન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
- જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
Palak Mata Pita Yojana 2025 કેટલી સહાય મળે?
પાલક માતા-પિતા યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ સહાય આપવામાં આવે છે. જેમાં “અનાથ બાળકોને દર મહિને રૂ. 3000/- સહાય મળે છે. આવા બાળકોની સાર-સંભાળ રાખતા નજીકના સગાઓને DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે.
Palak Mata Pita Yojana Document | પાલક માતા પિતા યોજનાનો લાભ લેવા શું-શું ડોક્યુમેન્ટ જોઈએ?
જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Required Document નીચે મુજબ નક્કી થયેલા છે.
- બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C)
- બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
- જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
- માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
- આવકના દાખલાની નકલ (Income Certificate)
- બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્ટની પાસબુક
- બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
- પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ
પાલક માતા-પિતા યોજના માટે અરજી ક્યાં કરવી?
આ યોજના Director Social Defense (નિયામક સમાજ સુરક્ષા) દ્વારા ચાલે છે. આ યોજનાનો લાભ લેવા માટે આ કચેરી ખાતે અરજી કરવાની હોય છે. વધુમાં ઓનલાઈન પણ એપ્લિકેશન e-samaj kalyan Portal Registration પર કરી શકો છો.
Sr.No | Object |
1 | Palak Mata Pita Yojana Online Apply (Official Website) |
2 | Palak Mata Pita Yojana For Information |