ikhedut 2.0 Portal Gujarat: આઈ-ખેડૂત 2.0 પર ખેડૂતલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજીની નોંધણી ચાલુ કરવામાં આવી. જાણો સંપૂર્ણ માહિતી.

Ikhedut 2.0 Portal Gujarat તાજેતરમાં નવું બનાવેલ છે. જે આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ગુજરાત તરીકે ઓળખાશે.  આ પોર્ટલ ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ છે. ખેડૂતભાઈઓને ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય યોજનાઓ અને પશુપાલનની યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે, તે હેતુને ધ્યાને રાખીને નવીન તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી તમામ ખેડૂતો ઘરે બેઠાં તમામ યોજના માહિતી અને અરજી કરવાની સુવિધા પૂરી પાડે છે.

Ikhedut 2.0 Portal Gujarat

ikhedut 2.0 Portal નું ઉદ્ઘાટન તા. 24-04-2025 ના રોજ રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા ખેડૂતો હવે સમયસર અને પારદર્શક રીતે યોજનાનો લાભ મેળવી શકશે. ikhedut 2.0 Portal વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે. જેનું સંચાલન કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.

રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી દ્વારા કરવામાં આ પોર્ટલનું લોન્‍ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા ખેડૂતો હવે સમયસર અને પારદર્શક રીતે યોજનાનો લાભ મેળવી શકશે. ikhedut 2.0 Portal વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે. જેનું સંચાલન કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.

ikhedut 2.0 Portal Gujarat

આર્ટિકલનું નામ આઈ-ખેડૂત 2.0 પર ખેડૂતલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજીની નોંધણી
આ પોર્ટલનું નામ ikhedut 2.0 Portal
આ પોર્ટલમાં કઈ-કઈ યોજનાઓ મુખ્ય ચાલે છે? ખેતીવાડી યોજનાબાગાયતી યોજનાપશુપાલની યોજનામત્સ્ય યોજનાઓ
ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/site/

ikhedut 2.0 Portal Registration Compulsory | આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી ફરજિયાત

રાજ્યના ખેડૂતોએ અરજી કરતાં પહેલાં ikhedut 2.0 Portal પર નોંધણી કરવી ફરજિયાત રાખવામાં આવી છે. આ ઓનલાઈન નોંધણી દરમિયાન પોતાનો મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તમારા રજીસ્ટ્રેશન OTP માધ્યમથી ઓળખ ખાતરી થઈ શકે. એકવાર નોંધણી થઈ જાય બાદ ખેડૂત પોતાનાં યુઝર નેઇમ અને પાસવર્ડ વડે લોગીન કરીને અરજી પ્રક્રિયા આગળ વધી શકે છે.

Required Documents for Registration on iKhedut 2.0 Portal | આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવા માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જરૂર પડશે.

  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
  • બેંક પાસબુક or કેન્સલ ચેક
  • આધાર કાર્ડ
  • ખરીદી બિલ

Ikhedut 2.0 પર હાલમાં કઈ કઈ યોજનાઓ ચાલુ થયેલ છે?

ક્રમ ઘટકનું નામ
ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)
પાવર થ્રેસર
લેન્ડ લેવલર
લેસર લેન્ડ લેવલર
રોટાવેટર
ટ્રેક્ટર ટ્રેલર
પાવર ટીલર
ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
માલ વાહક વાહન
૧૦ અન્ય ઓજાર/સાધન
૧૧ પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
૧૨ પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
१३ પમ્પ સેટ્સ
૧૪ શ્રેડર/ મોબાઇલ શ્રેડર
१५ સબસોઈલર
૧૬ બ્રસ કટર
૧૭ કલ્ટીવેટર
૧૮ વોટર કેરીંગ પાઇપલાઈન
૧૯ પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
૨૦ માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
૨૧ પશુ સંચાલીત વાવણીયો
૨૨ વ્હીલ હો (આંતરખેડનું સાધન)
૨૩ પ્લાન્ટર (અન્ય પ્રકારના)
૨૪ વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના)
૨૫ પ્લાઉ (તમામ પ્રકારના)
૨૬ પોટેટો ડીગર
૨૭ કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના
૨૮ રેઇઝ બેડ પ્લાન્ટર
૨૯ પાક મૂલ્ય વૃદ્ધિ
૩૦ રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)
૩૧ મિલેટ પ્રોસેસિંગ યુનિટ
૩૨ બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)
૩૩ વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે)
૩૪ ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના (30 લાખ યુનિટ કિંમત સુધી)
૩૫ પોટેટો પ્લાન્ટર
૩૬ કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
૩૭ ગ્રાઉન્ડનટ ડીગર
૩૮ પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
૩૯ તાડપત્રી
૪૦ હેરો (તમામ પ્રકારના)
૪૧ સોલાર પાવર યુનિટ/કીટ
૪૨ ડ્રોનથી છંટકાવ
૪૩ સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
૪૪ એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
૪૫ રીપર / બાઈન્‍ડર (તમામ પ્રકારના)
૪૬ વિનોઓવિંગ ફેન
૪૭ પોસ્ટ હોલ ડીગર
૪૮ રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર Wiedર (સેલ્ફ પ્રોપેલ્ડ)
૪૯ રીઝર/બંડ ફોર્મર/ફરો ઓપનર

How to Online Registration iKhedut 2.0 Portal | આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી?

આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબની સ્ટેપસ લેવાના રહેશે. ચાલો તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી સમજીએ.

ikhedut 2.0 Portal Gujarat
ikhedut 2.0 Portal Gujarat
  • Step-01  Ikhedut  2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી (રજીસ્ટ્રેશન) ફરજિયાત છે. જેમાં લાભાર્થી તરીકે નોંધણી માટે “લાભાર્થી નોંધણી માટે અહિં ક્લિક કરો” અને જો કંપની તરીકે રજીસ્ટ્રેશન માટે તમારે “કંપની નોંધણી માટે અહિં ક્લિક કરો” તેના પર ક્લિક કરો.
  • Step-02 ત્યારબાદ લાભાર્થી નોંધણી વિગતો પસંદ કરો. ત્યારબાદ Save અને Next પર ક્લિક કરો.
  • Step-03 હવે લાભાર્થીનો પ્રકાર, ગામ, તાલુકો અને જીલ્લો પસંદ કરો. તેમાં ખાતા નંબર અને અરજદારનું નામ પસંદ કરીને Save and Next કરો.
  • Step-04  તમારો ખાતા નંબર નાખતાં અરજદારનું નામ ઓટોમેટિક  આવશે, તેને પસંદ કરીને કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ “સાચવો અને આગળ” વધો પર ક્લિક કરો.
  • Step-05 હવે તમારા મોબાઈલનું રજીસ્ટ્રેશન કરવા માટે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી “Send OTP” બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારો પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડ પુષ્ટિ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • Step-06 તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારું યુઝર નેમ અને પાસવર્ડ સાચવીને રાખો. હવે તમારે લોગીન કરવા માટે યુઝર નેમ અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને “Login” પર ક્લિક કરો.
  • Step-07 હવે તમારે જ વિભાગીય યોજના માટે અરજી કરવાની હોય તે પસંદ કરો.  જેમ કે, ખેતીવાડી યોજના, બાગાયતી યોજના વગેરે. વધુમાં તમે યોજનાનું નામ સર્ચ કરીને અરજી કરી શકો છો.
  • Step-08 હવે યોજના સબંધિત વિગત આવશે તેને વાંચ્યા બાદ “આગળ માટે ક્લિક કરો.

Online Form | ઓનલાઈન એપ્લિકેશનની માહિતી ભરવા

  • Step-09 ત્યારબાદ તમારું અરજી ફોર્મ ખૂલશે. જેમાં અરજદારનું નામ, પૂરં સરનામું, જીલાનું નામ, તાલુકાનું નામ, ગામ, જાતિ, ઈ-મેઈલ જેવી માહિતી ભરવાની રહેશે. જેમાં ઘણીબધી માહિતી LRC રેકોર્ડમાંથી આવશે.
  • Step-010 હવે એપ્લિકેશન ફોર્મમાં  ‘આત્માનું રજીસ્ટ્રેશન, સહકારી મંડળીનાં સભ્ય, દૂધ સહકારી મંડળી, આધારકાર્ડ નંબર જેવી માહિતી ભરવાની રહેશે.
  • Step-011 એપ્લિકેશનના આ સ્ટેપસમાં બેંકની વિગતો માંગવામાં આવશે. જેમાં બેંકનું નામ, બેંકનો જિલ્લ્લો, IFSC Code, શાખાનું નામ વગેરે તમામ માહિતી.
  • Step-012 હવે તમારી જમીનની વિગતો અપડેટ કરવા જણાવવામાં આવશે. જેમાં તમારે તમામ વિગતો Add કરવાની રહેશે. જો તમારે વધારે જમીનની વિગતો ઉમેરવી હોય તો “Add” પર ક્લિક કરીને ઉમેરી શકશો. ત્યારબાદ “Save and Next” પર ક્લિક કરો.
  • Step-013 તમામ વિગતો અપડેટ કર્યા બદ તમારે અરજી “Submit” કરવાની રહેશે. સબમીટ કર્યા બાદ “તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી શકો છો.
  • Step-014 તમારી સબમિટ કરેલી અરજીની વિગતો જોવા માટે “અરજી નંબર” પર ક્લિક કરતાં તમામ વિગતો દેખાશે.
  • Step-015 તમારી સબમિટ થયેલી અરજીની વિગતોમાં “સેટીંગ” ના આઈકોન પર ક્લિક કરતાં વિવિધ મેનુ દેખાશે. જેમાં “View Application” પર ક્લિક કરતાં, તમે અરજીને પ્રિન્‍ટ કરી શકશો. જે તમારે સાચવીને રાખવાની રહેશે.

Gujarat Farmer Registry: ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2025 સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવો

Ikhedut Portal Yojana List: આઈ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ

Leave a Comment