Vahali Dikri Yojana 2025 : વ્હાલી દીકરી યોજના હેઠળ મળશે રૂ. 1,10,000/- ની સહાય મળશે

Vahali Dikri Yojana 2025: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Vahali Dikri Yojana 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Vahali Dikari Yojana 2025

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના 2025
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
યોજનાનો હેતુ આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
કોણે લાભ મળે? ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્ર સહાય દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવી? Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી? લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્‍દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.

લાભાર્થીની પાત્રતા

  • લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  • દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  • માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
  • એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
  • માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
  • બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.

વ્હાલી દિકરી યોજનામાં મળવાપાત્ર લાભ

Vahli Dikri Yojana Onlin હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.

સહાયમાં હપ્તા અંગેની વિગત કેટલી અને ક્યારે સહાય મળશે?
પ્રથમહપ્તા પેટે લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
બીજોહપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લાહપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ | Document Required of Vahali Dikri Scheme

1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર

2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

3. માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ

4. માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર

5. આવકનો દાખલો

6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

8. સ્વ-ઘોષણાનો નમૂનો

9. અરજદારના રેશનકાર્ડની નકલ.

10. લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક

How to Online Application Vahali Dikri Yojana 2025 | વ્હાલી દીકરી યોજના 2025 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ-અલગ સ્તરે લોકો કરતા હોય છે.

  • સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
  • જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” અથવા “જન સેવા કેન્‍દ્ર” માં જઈને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf ભરવાની આપવાનું રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ ઓરીજનલ આપવાના રહેશે.
  • ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્‍ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
  • ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
  • છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.

વહાલી દીકરી યોજના 2025 pdf ક્યાંથી મેળવવું

કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana PDF Form તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે.

1. ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે.

2. તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના “વિધવા સહાય યોજના”ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા જનસેવા કેન્‍દ્ર પર જઈને ફોર્મ મેળવી શકાશે તથા Online Application પણ કરી શકાશે.

3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.

Vahali Dikri Yojana PDF Form

Palak Mata Pita Yojana 2025: પાલક માતા પિતા યોજના

Leave a Comment