અમદાવાદમાં રમાશે ભારત vs ઇંગ્લેન્ડ વન-ડે મેચ, આજથી ટિકિટનું ઓનલાઇન બુકિંગ શરૂ

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી20 સીરીઝ રવિવાર, 2 ફેબ્રુઆરીના રોજ ખતમ થઈ. પાંચ મેચની ટી20 સીરીઝમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 4-1થી શાનદાર વિજય મેળવ્યો છે. હવે બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની T20 સીરીઝ પૂર્ણ થઈ ગઈ છે. હવે બંને ટીમો વનડે સીરીઝ રમવા માટે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. આ સીરીઝની ત્રીજી મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ સીરીઝ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ડ્રેસ રિહર્સલ કહેવામાં આવી રહી છે. આ સીરીઝ ICC ઇવેન્ટ પહેલા ઇંગ્લેન્ડ અને ભારત બંને માટે છેલ્લી સીરીઝ છે. એવામાં આ સીરીઝ ખૂબ જ રસપ્રદ બનવાની છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI સીરીઝ વિશે વાત કરીએ તો, પહેલી મેચ ગુરુવાર, 6 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે બીજી મેચ કટકમાં રમાશે. બીજી મેચ રવિવાર 9 ફેબ્રુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે.

જ્યારે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ છેલ્લી વનડે મેચ હશે. આ પછી બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થશે. ભારતીય ટીમ દુબઈ જશે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન જશે.

ક્રિકેટના ચાહકોમાં અમદાવાદની મેચને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા 12 ફેબ્રુઆરીએ રમાનાર મેચની ટિકિટનું વેચાણ ક્યારથી થશે એ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ મેચની ટિકિટનું ઓનલાઇન બુકિંગ 4 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. બુક માય શો એપ્લિકેશન અને વેબસાઇટ પરથી આ મેચની ટિકિટો બૂક કરાવી શકાશે. ઓનલાઇન બુક કરાયેલ ટિકિટોની હોમ ડિલિવરી કરવામાં આવશે.

ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સીરીઝની ત્રીજી અને અંતિમ વન-ડે હશે. આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આમેચ માટેનો ટોસ બપોરે 1 વાગે થશે.

Leave a Comment