GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર, Dyso, STI, ક્લાસ-1 માટે કરાશે ભરતી

આયોગે ગુજરાત વહીવટી સેવા ક્લાસ-1, ગુજરાત મુલ્કી સેવા ક્લાસ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, ક્લાસ-2 માટે 100 જગ્યા, નાયબ સેક્શન અિધકારી અને નાયબ મામલતદાર (Dyso)ક્લાસ-૩ માટે 160 જગ્યા, અને રાજ્ય વેરા નિરીક્ષક (STI) ક્લાસ-૩ માટે 323 જગ્યાઓ, ગુજરાત શિક્ષણ સેવા, ક્લાસ-2 (વહીવટી શાખા) માટે 300 આ સિવાય મેડીકલ અને ઈજનેરી સેવાની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. GPSCએ વિવિધ પોસ્ટના માટે ખાલી પડેલી કુલ અંદાજીત 1751 જગ્યાઓ માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટો માટે ભરતી બહાર પાડી હતી. જેની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જોકે, ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો છે. કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી- સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2025 દરમિયાન કરવાની જાહેરાતો અન્વયે સૂચિત કાર્યક્રમ જાહેર કર્યો છે.

ગુજરાત જાહેર સેવા આયોગે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને આ કેલેન્ડર અંગે માહિતી આપી હતી. જીપીએસસીએ અંદાજીત 1751 જગ્યાઓ માટેનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે. આ કેલેન્ડરમાં વર્ગ-1, વર્ગ-2ની ગુજરાત વહીવટી સેવાઓ, ગુજરાત મુલ્કી સેવાઓ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાઓ સહિતની પોસ્ટ માટેની પરીક્ષાની સંભવીત તારીખો દર્શાવવામાં આવી છે.

Leave a Comment