ગુજરાત સરકારની નોકરી મેળવવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. જીપીએસસીની આ ભરતી અંતર્ગત નાણા વિભાગમાં હિસાબી અધિકારી, વર્ગ-2ની કુલ 39 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | હિસાબી અધિકારી |
જગ્યા | 39 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 20થી 37 વર્ષ વચ્ચે |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
કેટેગરી | જગ્યા |
બિન અનામત | 14 |
આર્થિક રીતે નબળા વર્ગો | 3 |
સા.અને શૈ.પ.વર્ગ | 13 |
અનુ.જાતિ | 1 |
અનુ.જનજાતિ | 8 |
કુલ | 40 |
વય મર્યાદા
- અરજી કરનાર ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 37 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ.
- ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
- અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹44,900થી ₹1,42,400, પે મેટ્રીક્સ લેવલ-8 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી હિસાબી અધિકારી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.
સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોમર્સની સ્નાતકની ડિગ્રી (B.com)/ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A)/ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ્સ (I.C.W.A)/ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)
- ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
- ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર, Dyso, STI, ક્લાસ-1 માટે કરાશે ભરતી
STBI ભરતી પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, પગાર માસિક રૂ.50,000