GUJCET 2025: ગુજસેટની પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે મોટો સમાચાર સામે આવ્યા છે. ગુજસેટ 2025ની પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આગામી 23 માર્ચ 2025એ ગુજસેટની પરીક્ષા રાજ્યભરમાં યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ આ પરીક્ષાની આપી શકશે. તમને જણાવી દઈએ કે સવારે 10 કલાકથી બપોરના 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે.
કેવું રહેશે GUJCETની પરીક્ષાનું માળખું?
ઉલ્લેખનીય છે કે ગુજસેટના પરીક્ષાના માળખાની વાત કરીએ તો બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્ન ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્ન રસાયણવિજ્ઞાનના રહેશે. જેમાં 80 પ્રશ્નના 80 ગુણ રહેશે અને ઉમેદવારને 120 મિનિટનો સમય તેના જવાબ આપવા માટે મળશે.
ત્રણ ભાષમાં ઉમેદવારને મળશે પ્રશ્નપત્ર
ત્યારે જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે અને તેના માટે OMR શીટ પણ અલગથી આપવામાં આવશે. જેમાં 40 પ્રશ્નો પુછાશે અને તેનો ગુણભાર 40 માર્ક્સનો રહેશે. જેના જવાબ આપવા માટે ઉમેદવારને 60 મિનિટનો સમય મળશે. ઉલ્લેખનીય છે કે પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં આપવામાં આવશે.

ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે.
જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે.
પરીક્ષાનું માધ્યમ:
પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.