Tadpatri Sahay Yojana 2025: તાડપત્રી સહાય યોજના: કૃષિ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal 2025-26 ઓનલાઈન ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે. હાલમાં ikhedut portal પર ખેતીવાડી ની યોજનાઓ માં “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે.
Tadpatri Sahay Yojana 2025
યોજનાનું નામ | Tadpatri Sahay Yojana 2025 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
સહાયની રકમ | કુલ ખર્ચના 50% અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે. અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું હોય તે સહાય મળશે. |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | તા-03/02/2025 થી તા-16/02/2025 સુધી |
તાડપત્રી સહાય યોજનાનો હેતુ
રાજ્યમાં નાના,સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે અત્યંત જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
તાડપત્રી સહાય યોજનાની પાત્રતા
ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- Ikhedut Tadpatri Yojana ત્રણ વાર લાભ મળશે.
- Tadpatri Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.
તાડપત્રી સહાય માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
ikhedut portal દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
1. ખેડૂતનું આધારકાર્ડની નકલ
2. ikhedut portal 7-12
3. રેશનકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
6. જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
10. બેંક ખાતાની પાસબુક
How to Online Apply Tadpatri Sahay Yojana | તાડપત્રી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?
તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી Village Computer Entrepreneur (VCE) પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.
- અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- જે પરિણામ આવે તેમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
- “ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.
- જેમાં “Tadpatri Sahay Yojana” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર Registration કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Pradhan Mantri Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
અરજીનું સ્ટેટસ અને રિપ્રિન્ટ
અરજદાર પોતાની જાતે ikhedut application status check કરી શકે તથા ikhedut application print કઢાવી શકે છે. ખેડૂતોએ નીચેની link દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્ટ મેળવી શકે છે.