સોનાના ભાવ રૂપિયા 1 લાખને પાર થઈ શકે છે, તેની પાછળ જવાબદાર કારણ જાણો

Gold Prices: ભવિષ્યમાં સોનાની કિંમતમાં તેજીની શક્યતા માટે જવાબદાર કારણ તાજેતરના સમયમાં અમેરિકામાં જે સત્તા પરિવર્તન આવ્યું છે ત્યારથી સતત વૈશ્વિક અર્થતંત્રમાં ભારે અફરા-તફરી અને દહેશતનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈમિગ્રેશનથી લઈ ટેરિફ વોર જેવા મુદ્દે વૈશ્વિક અર્થતંત્રને અસર કરી રહ્યા છે.

સોનાની કિંમતો છેલ્લા બે મહિનાથી વધી રહી છે. જાન્યુઆરીની શરૂઆતમાં કેટલાક પ્રમાણમાં ઘટાડો થયો હતો,જોકે ત્યારબાદ સોનામાં સતત તેજીમય માહોલ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં વ્યાજ દરોમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેને પગલે સોનાની કિંમતમાં તેજી આવી શકે છે.

શેરબજારમાં તાજેતરમાં જે મંદીમય માહોલ જોવા મળી રહ્યો છે તેને લીધે રોકાણકારો સોના તરફ વળી રહ્યા છે અને તેને લીધે સોનાની કિંમતને ટેકો મળી રહ્યો છે.

આ ઉપરાંત ઘરઆંગણે એટલે કે ભારતમાં લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે અને સોનામાં સતત ધૂમ ખરીદી થઈ રહી છે, જેને પગલે સોનાની કિંમતમાં સતત તેજી જોવા મળી રહી છે.

Leave a Comment